Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થને પૃથ્વીથી $R$ ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ $..............$ થશે.
$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી રિંગની અક્ષ પર કેન્દ્ર $C$ થી $r$ અંતરે એક કણ મૂકેલો છે.જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણને કારણે રિંગના કેન્દ્ર $C$ પાસે પહોચે તો $C$ આગળ તેનો વેગ કેટલો હશે?
પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
બે કાલ્પનિક $m_1$ અને $m_2$ દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર $d$ હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? ($m_1$ ની ઝડપ $v_1$ અને $m_2$ ની ઝડપ $v_2$ છે)
જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?