Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ના વિધેયમાં સ્થિતિ ઊર્જા $U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}$ વડે આપવામાં આવે છે, જેમાં $r$ એ આંતરપરમાણીય અંતર, $A$ અને $B$ ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.
એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)
$M=500\,kg$ દળ ધરાવતી એક લિફટ $(elevator\,cab)$ $2\,ms ^{-1}$ ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે $2\,ms ^{-2}$ ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. $6\,m$ ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા $..........kJ$ થશે.
$u\hat i$ શરૂઆતનો વેગ ધરાવતો એક $m$ દળનો પદાર્થ એક $3m$ દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી $v\hat j$ જેટલા વેગથી ગતિ કરે તો વેગ $v$ કેટલો હશે?
$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.
$1 \;kg $ દળવાળા પદાર્થને $20\; m/s$ જેટલા વેગથી ઊર્ધ્વ તરફ ફેંકવામાં આવે છે. પરિણામે તે $18\; m$ જેટલી ઊંચાઇ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર થાય છે. હવાના ઘર્ષણના કારણે ગુમાવતી ઊર્જા કેટલી ($J$ માં) હશે? ($g=10 \;ms^{-2}$)
$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?