Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.
એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે $4 \mathrm{~cm}$ જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું $\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}$ અંતર ભેદે છે. $\mathrm{D}$ નું મૂલ્ય_______છે.
$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)
બે બ્લોકના તંત્રની ગોઠવણી બતાવેલ છે. અનુક્રમે $1 \,kg$ અને $2 \,kg$ બ્લોક્સ પર લાગતાં યોખ્ખા (Net) બળો તેનું મૂલ્ય શું છે. (સપાટીઓ ઘર્ષણ રહિત હોવાનું માનવામાં આવે છે)
લાકડાનું $5 \mathrm{~kg}$ દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે $25 \mathrm{~kg}$ દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયચળિયુ દબાય છે, અને ચોસ્લું અને નળાકાર બંને એકી સાથે $0.1 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ. . . . . . . . છે.
શ્રીમાન $A, B$ અને $C$ રેલવે યાર્ડની યાંત્રિક વર્કશોપમાં ભારે પિસ્ટમને સિલિન્ડરમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેઓ દોરડા પર અનુક્રમે $F_1, F_2$ અને $F_3$ બળો લગાડતા હોય, તો તે ક્ષણ પર બળોનાં ક્યા સમૂહ વડે, તેઓ પોતાનું કામ સારી રીતે પૂરું પાડી શકશે?