Question
‘મારું ઘર’ શીર્ષક સમજાવો.

Answer

'મારું ઘર' કાવ્યમાં ગામડાનું જીવન અને પ્રકૃતિનું સુંદર નિરૂપણ થયું છે. ખુલ્લા ખેતરોની ઉગમણી બાજુ જે લતાઓ દેખાય છે ત્યાં પીપળો ધજા ફરકાવતો ઊભો છે ને મેડીની બંધ બારી દેખાઈ રડી છે. આપણે જ્યાં રહીએ તે આપણાં ઘર જોડે એક અતૂટ નાતો બંધાઈ જાય છે. ઘરના બધાનો પરસ્પરનો પ્રેમ ઘરને. “મારું” - પોતાનું બનાવે છે. કવિનું ઘર પણ આવું જ છે. જૂના સમયનું વિસ્તરેલું મકાન છે. જ્યાં અનેક સ્વપ્નો જોયા હતાં. અનેક સંકલ્પો કર્યા હતા. અનેક બીજા સ્વપ્નો ઘરમાં વેરાયેલા પડ્યા છે. સાંજના સમયે ગાયો ચરીને પાછી આવે છે ને એને દોહવા દોણી લઈ બેસે ત્યાં ઝડપથી ગાયના દૂધની સેરો પડતી તેનો સ્વર તે મનને આનંદ આપે છે. મીઠા મંદ મંદ વાતા પવનની લ્હેર શરીરને અડતા અનેરો આનંદ મળે છે. ઋતુ પ્રમાણે થતા પાક, ફળોની મજા પણ માણી શકાય છે. જૂના ઘરનું મનોહર સુંદર ચિત્ર કવિએ વણવ્યું છે. કાવ્યની શરૂઆતથી ખેતરની ઉગમણી બાજુ દેખાતું ઘર ને અંતમાં ઘરમાં અંગને અડતી પવનની ઠંડી લ્હેર થી કાવ્ય પૂર્ણ થાય છે. 'મારૂ ઘર' શીર્ષક યથાર્થ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free