Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનબજાર3 Marks
Question
મોલની વિશિષ્ટતાઓ કઈ કઈ છે?
✓
Answer
મોલની મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છે: $(1)$ મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે. $(2)$ વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે. $(3)$ વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. $(4)$ મોલમાં વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. $(5)$ મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.