Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$ સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.
અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.
$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
એક $m$ દળવાળી કાર એ એવું એન્જિન ધરાવે છે જે $P$ જેટલો પાવર પૂરો પાડી શકે છે. તો કારએ કેટલાં ન્યૂનતમ સમયમાં સ્થિર સ્થિતિમાંથી $v$ જેટલી ઝડપ સુધી પ્રવેગિત થઈ શકે છે તે...
એક ઘર્ષણરહિત ટેબલ પર એેક સાંકળ તેની લંબાઈ નો $\frac{1}{5}$ ભાગ ટેબલની ધારથી નીચે લટક્તો હોય તેમ રાખેલ છે. જો સાંકળની લંબાઈ $L$ અને દળ $M$ હોય, તો તે લટકતા ભાગને ફરી ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?
એક $2 \,kg$ દળનાં કણની સ્થિતિ ઊર્જા $(PE)$ એ વાળા $x$-અક્ષ $U(X)=\left(\frac{x^3}{3}-\frac{x^2}{2}\right)\, J$ વડે આપેલ છે. કણની કુલ યાત્રિક ઊર્જા $4 \,J$ છે. તો મહતમ ઝડપ $\left( ms ^{-1}\right.$ માં) કેટલી હશે?
$m$ દળનો એક ટુકડો $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરૂદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટુકડો ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $l_0$ છે અને જ્યારે ટુકડો મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાય છે તો ટુકડાનો અંતિમ વેગ કેટલો હશે ?
$20 kg$ નો પદાર્થ $ 10 m/s $ ની ઝડપે ગતિ કરતો $5 kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બન્ને પદાર્થ ચોંટી જાય છે. તો તેમની સંયુકત ગતિઊર્જા …… $J$ થશે.
$0.5\, kg$ દળ અને $12\, m / sec$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને $30\, cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........$N / m$ હશે.