Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, mg$ દળ ધરાવતાં બે નાના ગોળાઓને $0.5\, m$ લંબાઈની દોરી દ્વારા એક બિંદુ પરથી લટકાવવામાં આવ્યા છે. બંને પર એક સરખો વિજભાર છે અને એકબીજાને $0.20\, m$ અંતર સુધી અપાકર્ષિત કરે છે. દરેક ગોળા પરનો વિજભાર $\frac{ a }{21} \times 10^{-8} \, C$ છે તો $a$ નું મૂલ્ય ........ હશે. [$g=10 \,ms ^{-2}$ આપેલ છે. ]
આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. $P _{1}$ અને $P _{2}$ એ વિદ્યુતભાર વિતરણથી $l$ અને $2 l$ જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા $\sigma$ હોય, તો $P_{1}$ અને $P_{2}$ આગળ વિદ્યુતક્ષેત્ર $E_{1}$ અને $E_{2}$ માટે સાચો વિકલ્પ પસંદ કરો
એક વિદ્યુત ડાયપોલ, $2 \,cm$ અંતરે દૂર $1 \,\mu C$ માત્રાના બે વિરૂધ્ધ વિદ્યુતભારોની બનેલી છે. આ ડાયપોલને $10^5\,N/C$ ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક .......... $Nm$
બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$
$L$.લંબાઇના સમાન દ્રવ્યમાન રહિત સળિયાના બંને છેડાઓ પર $m$ દળ અને $+q$ તથા $-q$ વીજભાર ઘરાવતા બે બિંદુવત દ્રવ્યમાનો જોડેલ છે. આ રચનાને $E$ તીવ્રતા ઘરાવતા સમાન વિધુતક્ષેત્ર સાથે સૂક્ષ્મ ખૂણેા બનાવે તો સળિયાને વિધુતક્ષેત્ર સાથે સમાંતર થવા માટે કેટલો સમય લાગે?
$M_1$ અને $M_2$ દળ ધરાવતા બે નાના ગોળાઓને $L_1$ અને $L_2$ લંબાઇની વજન રહીત અવાહક દોરી વડે લટકાવેલ છે. ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે $Q_1$ અને $Q_2$ છે. ગોળાઓ એવી રીતે લટકાવેલ છે કે જેથી તેઓ સમક્ષીતીજ એક જ રેખામાં રહે તથા દોરીઓ શીરોલંબ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ $\theta_1$ અને $\theta_2$ માપનો ખૂણો બનાવે તો નીચેનામાંથી કઇ શરત $\theta_1$ $=$ $\theta_2$ થવા માટે જરૂરી છે.?