Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?
એક તાર જેની લંબાઈ $100 \,cm$ અને ત્રિજ્યા $4\, mm$ છે તેને છત સાથે જોડેલો છે જો તેના બીજા ચેડાં પર $30°$ ના ખૂણે ટોર્ક લગાવવામાં આવે તો સ્પર્શીય ખૂણો ........ $^o$ થાય .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા $a$ અને લંબાઈ $b$ છે. બીજા એક $\left( {a + \Delta a} \right)$ $\left( {\Delta a < < a} \right)$ ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ $B$ અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને $f$ બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ $l$ જેટલી વધે છે. સમાન દ્રવ્યનો $2L$ લંબાઈ અને $2r$ ત્રિજ્યાના બીજા તારને $2 f$ બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.
$L$ લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ $1 \,kg$ થી બદલીને $2 \,kg$ કરતાં તેની લંબાઈ $L _{1}$ થી બદલાઈને $L _{2}$ થાય છે. તો $L$ નું મૂલ્ય .............. થશે.
$2 \,mm$ વ્યાસ ધરાવતા સ્ટીલના તારનો બ્રેકિંગ ક્ષમતા $4 \times$ $10^5 \,N$ છે. તો સમાન પરીમાણ ધરાવતા $1.5 \,mm$ ના સ્ટીલના તારનો બ્રેકિંગ બળ............ $\times 10^5 \,N$