Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલ ઉપર $20$ વિભાગો છે, કે જે મૂખ્ય સ્કેલ ઉપરના $19$ માં વિભાગ સાથે બંધ બેસતો આવે છે. સાધન ની લઘુત્તમ માપ શક્તિ $0.1 \mathrm{~mm}$ છે. મુખ્ય સ્કેલ ઉપરના એક કાપા નું મૂલ્ય ($mm$). . . . . . . . થશે.
$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.
એકમોની નવી પદ્ધતિમાં ઊર્જા $(E)$, ઘનતા $(d)$ અને પાવર $(P)$ ને મૂળભૂત એકમો તરીક લેવામાં આવે છે, તો પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નું પારિમાણિક સૂત્ર શું હશે?
વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે $2\%\,, 1\%$ અને $1\%$ ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?