Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દ્રવ્યમાનનાં અને $2L$ લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. $m$ દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી $L/2$ અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં $20\%$ નો ઘટાડો કરે છે. તો $m/M$ નું મૂલ્ય ______ ની નજીકનું છે.
સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર $10\,s^{-1}$ છે. $t = 0$ સમયે તેનું સ્થાનાંતર $5\, m$ હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા $\frac{\pi }{4}$ છે.
$m$ દળના લોલકને $l$ લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે $T$ આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં $\frac{1}{4}$ ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1 / 3$ ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય?
બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે. $t=0$ સમયે એક કણનું સ્થાન $A$ અને બીજા કણનું સ્થાન $\frac {-A}{2}$ છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને $t$ સમયે મળતા હોય તો $t$ કેટલો હશે?
એંજિનમાં રહેલ પિસ્ટન $7\, cm$ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ($Hz$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?