Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.
લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.
હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
ઊંડા કુવામાં લોખંડનો બ્લોક છોડવામાં આવે છે. પાણીનો અવાજ $4.23 \,s$ પછી સંભળાય છે. જો કુવાની ઉંડાઈ $78.4 \,m$ હોય તો હવામાં અવાજની ઝડપ .............. $m / s$ હોય. $\left(g=9.8 \,m / s ^2\right)$
જ્યારે અવાજનું ઉદગમ સ્થિર શ્રોતા તરફ $V_s$ ઝડપે ગતિ કરે છે ત્યારે તેની આવૃતિમાં $10 \%$ નો વધારો થાય છે. જો ઉદગમ સમાન ઝડપથી શ્રોતાથી દૂર જાય તો આવૃતિમાં ....... $\%$ ટકાનો ફેરફાર થાય. $\left(V_s < V\right)$