Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે?
બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર $y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)$ મુજબ આપવામાં આવે છે. ધન $x-$દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ ($m/s$માં) કેટલો મળે? ($x$ અને $t$ મીટર અને સેકન્ડમાં છે)
એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ $30 \mathrm{~Hz}$ છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને $110 \mathrm{~Hz}$ થાય છે. બે ઓર્ગન નળીને $2 \mathrm{~cm}^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં__________ (ગ્રામમાં) પાણીનો નથ્થો નાંખવો પડશે.(હવામાં ધ્વનિની ગતિ $330 \mathrm{~m} / \mathrm{s}$ લો.)
$f$ આવૃતિવાળી સિસોટી $S$ એ $R$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી $2R$ અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર $D$દ્વારા મપાતી મહતમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો થાય?
$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)