Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ $110\, cm$ છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ $6 : 3 : 2$ ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ $400\, N$ અને તારની એકમ લંબાઈ દીઠ દળ $0.01\, kg/m$ છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ $Hz$માં કેટલી મળે?
જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર $400\, {Hz}$ થી $500\, {Hz}$ છે. જો ધ્વનિની ઝડપ $330\, {m} / {s}$ હોય, તો કારની ઝડપ (${km} / {h}$ માં) કેટલી હશે?
$51.6 \;cm $ અને $49.1 \;cm$ લંબાઇ ધરાવતા બે તારના છેડે અલગથી $20\; N$ જેટલું બળ લગાડેલ છે. બંને તારનું એકમ લંબાઇ દીઠ દળ સમાન અને $1\; g/m $ ને બરાબર છે. જ્યારે બંને તારને એકસ્થે કંપન કરાવવામાં આવે, તો સ્પંદની સંખ્યા કેટલી હશે?
$2.0\, m$ લાંબી દોરીનો છેડો $240\, Hz$ આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?
સ્થિર અવલોકનકારથી $800 \;Hz$ આવૃતિ ઉત્પન્ન કરતો સાઇરન $30\; m/s$ ના વેગથી અવલોકનકારથી દૂર તરફ ગતિ કરે છે. તો અવલોકનકારને સંભળાતી આવૃતિ($Hz$ માં) કેટલી હશે?
એક તરંગ સરળ આવર્ત ગતિ કરે છે તેનો આવર્ત $4 $ સેકન્ડનો છે જ્યારે અન્ય તરંગનો આવર્ત $3 $ સેકન્ડ છે. જો બંને તરંગો ભેગા થાય, તો આ પરિણામી તરંગનો આવર્ત કેટલો થાય?
$10$ સ્વરકાંટાને આવૃતિના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે કે જેથી કોઈપણ બે અનુક્રમિત સ્વરકાંટા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. મહત્તમ આવૃતિ લઘુત્તમ આવૃતિ કરતાં બમણી છે. તો શક્ય મહત્તમ અને લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી છે.