Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ $34\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા $f_1$ જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને $17\, m/s$ જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340\, m/s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થશે?
એક કાર પહાડ તરફ ગતિ કરે છે. કારનો ડ્રાઇવર $f$ આવૃતિનો હોર્ન વગાડે છે. જેની છે. પરાવર્તન પામીને ડ્રાઇવરને સંભળાતી આવૃતિ $2f$ છે. જો $v$ ધ્વનિનો વેગ હોય, તો તે જ વેગના એકમમાં કારનો વેગ કેટલો હશે?
$x-$ દિશામાં ગતિ કરતાં તરંગનું સ્થાનાંતર $y$ સમીકરણ $ y = {10^{ - 4}}\sin \,\,\left( {600t - 2x + \frac{\pi }{3}} \right) \, m$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.
$12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?