Question
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.

Answer

પ્રસારના માપ બે પ્રકારના છે : $(1)$ નિરપેક્ષ માપ અને $(2)$ સાપેક્ષ માપ
$(1)$ નિરપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનો જે એકમમાં દર્શાવેલા હોય તે જ એકમમાં પ્રસારનું માપ મેળવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે. જેમ કે માહિતીના અવલોકનોનો એકમ મીટર હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ મીટર થશે. બે કે તેથી વધુ સમૂહોમાં રહેલાં પ્રસારના સરખામણી માટે પ્રસારનું નિરપેક્ષ માપ ઉપયોગી નથી.
$(2)$ સાપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનોના પ્રસારના નિરપેક્ષ માપ અને તે અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોતરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. જ્યાં, પ્રસારનું સાપેક્ષ માપ $=$ પ્રસાર નું નિરપેક્ષ માપ / નિરપેક્ષ માપ જે સરેરાશના આધારે મેળવેલ હોય તે સરેરાશ 
પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. જે એકમથી મુક્ત સંખ્યાત્મક માપ છે. બે કે તેથી વધુ માહિતીના પ્રસારની સરખામણી માટે પ્રસારનું સાપેક્ષ માપ ઉપયોગી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

52 પત્તાંની જોડમાંથી બે પત્તાં પસંદ કરવામાં આવે, તો તેમાં એક પત્તું ચહેરાવાળું અને બીજું પત્તું ચહેરા વગરનું કેટલી રીતે પસંદ થઈ શકે ?
$100, 50, 25,....$ આ શ્રેણીનું સાતમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
નીચેનામાંથી અસતત ચલ અને સતત ચલ જુદા પાડો :
$(1)$ વાહનની સંખ્યા $(2)$ અનાજનું ઉત્પાદન $(3)$ વસ્તુના ભાવ
$(4)$ વિદ્યાર્થીઓની ઉંચાઈ $(5)$ વરસાદના આંકડા $(6)$ શિક્ષકોનો અનુભવ
$(7)$ કુટુંબ દીઠ માસિક ખર્ચ $(8)$ અકસ્માતની સંખ્યા $(9)$ વ્યક્તિઓનું વજન
$(10)$ આપઘાતની સંખ્યા $(11)$ કંપનીનો નફો $(12)$ કારીગરોનું વેતન
$(13)$ ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા $(14)$ ઉષ્ણતામાનના આંકડા $(15)$ વિદ્યાર્થીનું વજન
નીચે જણાવેલ આવૃત્તિ-વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો. 
વર્ગ 0-45-1920-29 30-54 55-70 
આવૃત્તિ 10 15 2
દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીદેલા સમય $($સેકન્ડમાં$)$ દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહ્લક વિશે તમારું મંતવ્ય જણાવો
$25.2,26.5,28.6,32.1,29.0,29.3,31.3,27.8$
અવર્ગીકૃત માહિતી ઉદાહરણ આપી સમજાવો.
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ ગુણધર્મ $A$ ગુણધર્મ $B$ કુલ
પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ
$2014$ $200$   $300$ $100$   $200$      
$2015$   $400$   $150$ $300$   $300$    
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$ છે, તો વિષમતાંક શોધો.