Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક હિટીંગ કોઈલ પાણીને $30\,\min$ માં $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરે છે. બે હિટીંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય............ $min$ હશે.
એક ચતુષ્કોણ કાર્બન ટુકડાનું પરિમાણ $1.0\ cm \times 1.0\ cm \times 50\ cm$ છે. સૌ પ્રથમ બે ચોરસના છેડાઓ વચ્ચેનો અવરોધ માપવાનો અને પછી બે ચતુષ્કોણના છેડાઓ વચ્ચેનો અવરોધ માપવાનો છે. જો કાર્બનની અવરોધકતા $3.5 \times 10^{-5}$ $\Omega-m$, હોય તો અનુક્રમે અવરોધોનું મૂલ્ય........છે.
‘ $l$ ' લંબાઈના અને $100 \Omega$ અવરોધ ધરાવતા એક તારને $10$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ $5$ ભાગોને શ્રેણીમાં જ્યારે બાકીના $5$ ભાગોને સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને સંયોજનોને ફરી વાર શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ સંયોજનનો અવરોધ. . . . . . . . . થશે.
પ્રાથમિક કોષનું $e.m.f$ $2\,V$ છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે $4\ A$ નો વિધુતપ્રવાહ આપે છે. તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
પોટેન્શિયોમીટર તારની લંબાઈ $10\,m$ અને અવરોધ $40\,\Omega$ છે.તેને અવરોધપેટી અને $2\,V$ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે,જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $0.1\,m\,V/cm$ હોય તો , અવરોધપેટીમાં અવરોધ .......... $\Omega$