Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધુતભાર $Q$ ને $a, b, c (a < b < c)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે રહેલા બિંદુ, જ્યાં $r < a$, આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?
સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર છે. અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો પ્લેટ વચ્ચેના અંતરને $2\ d$ જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો.
$l=2\, cm$ લંબાઈ અને $b =\frac{3}{2}\, cm$ પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. $A$ અને $C$ વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ $\frac{ x \varepsilon_{0}}{ d } $ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
દરેક $40 \,\mu F$ ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને $K$ જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા $24 \,\mu F$ થાય. $K$ નું મૂલ્ય ......... હશે.