Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $U$ આકારના વાયર અને હળવા સ્લાઈડર વચ્ચે પ્રવાહીની એક પાતળી ફિલ્મ બનાવવામાં આવી છે. (આકૃતિમાં જુઓ) સ્લાઈડરને $1.5 \times 10^{-2} \;N$ નું વજન લગાડેલ છે. સ્લાઈડરની લંબાઈ $30\; cm$ અને તેનું વજન અવગણી શકાય તેવું છે. તો પ્રવાહી ફિલ્મનું પૃષ્ઠતાણ કેટલું થાય?
લુપ જેવી રંચના ધરાવતી દળરહિત અવિસ્તરણીય દોરીને પૃષ્ઠતાણ $T$ ધરાવતા સાબુના દ્રાવણની સમક્ષિતિજ ફિલ્મ પર મૂકવામાં આવે છે. જો ફિલ્મને લૂપની અંદર વિંધવામાં (છેદવામાં) આવે છે અને તે $d$ વ્યાસની વર્તુળાકાર લૂપમાં રૂપાંતર પામે છે, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો.
$R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે.પાણી ની ઘનતા $\rho$,પૃષ્ઠતાણ $T$ અને વાતાવરણનું દબાણ $P_0$ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આડછેદ $ABCD$ લો.આ આડછેદના એક બાજુના પાણી દ્વારા બીજી બાજુના પાણી પર કેટલા મૂલ્યનું બળ લાગે?