Question
રાજ્ય સરકારનાં કાર્યો જણાવો.

Answer

લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકોનું કલ્યાણ કરવાનું છે. રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
૧. રાજ્ય સરકાર રાજ્યમાં નાગરિકોને પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્ય પૂરું પાડવાનું કાર્ય કરે છે.
૨. રાજ્ય સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય-સામગ્રીનું વિતરણ કરે છે.
૩. આ ઉપરાંત રાજ્ય સરકાર ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે.
૪. રાજ્ય સરકાર રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free