Question
રણછોડ પગી વિશે પાંચ-છ વાક્યો લખો.

Answer

અખંડ ભારતમાં $21$મી માર્ચ, $1936$માં જન્મેલા $300$ એકર જમીન અને $300$ પશુઓના માલિક રણછોડ પગી પાકિસ્તાની સૈન્યના ત્રાસને લીધે કચ્છ થઈ બનાસકાંઠામાં મોસાળના ગામ લિંબાળા આવીને વસ્યા હતા. તેઓ પશુ, પક્ષી કે માણસનાં પગલાંની છાપ ઓળખી એ ક્યાંથી આવ્યાં, ક્યાં ગયાં અને એ કેટલા સમય પહેલાંનાં છે તે નક્કી કરી શકતા. ઘૂસણખોર કેટલા વર્ષનો છે અને કેટલું વજન ઊંચકીને સરહદની અંદર પ્રવેશ્યો છે તે પણ પગલાંની છાપ પરથી કહી શકતા. ઈ. સ. $1965$ અને $1971$ના ભારત- પાકિસ્તાન યુદ્ધમાં તેમણે પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મહાન પરાક્રમ દ્વારા ભારતીય સૈન્યને જીત અપાવવામાં મદદ કરી હતી. જનરલ માણેકશાએ એમને રણનું એક માણસનું સૈન્ય' કહ્યા હતા. ભારતીય સૈન્યે એક કરતાં વધુ મેડલ આપી તેમને સન્માન્યા હતા. સૂઈગામ પાસેની ચેકપોસ્ટને “રણછોડદાસ ચેકપોસ્ટ' નામ આપીને તથા ત્યાં તેમની પ્રતિમા બનાવીને ભારતીય સેનાએ તેમને અંજલિ આપી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free