Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.
$0.07\,N / m$ જેટલું પૃષ્ઠતાણ અને $1\,mm$ ની સમાન ત્રિજ્યા ધરાવતા $1000$ પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા $.............$ થશે.$\left(\pi=\frac{22}{7}\right.$ લો. $)$
કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી $x$ ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને $d$ ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ $y$ થાય છે.જો $R$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર $\frac{x}{y}$ કેટલો થાય?