Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં,$5890\, Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ વડે આપાત કરવામાં આવે છે, અને પડદા પર મેળવાતી શલાકાઓ વચ્ચેનું અંતર $0.20$ છે. આખું સાધન પાણીમાં ડુબાડેલું છે, તો શલાકાની કોણીય પહોળાઈ શોધો. (પાણીનો વક્રીભવનાંક $ = 4/3$)
એક સ્લિટની પહોળાઈ $a$ પર $5000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે મળતા વિવર્તનમાં $ 30^o $ ના ખૂણે પ્રથમ ન્યુનતમ મળે છે. પ્રથમ ગૌણ મહત્તમ કેટલા કોણે દેખાશે?
$1 \;m$ દૂર રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7}\; m$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $1\;m$ દૂર મૂકલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ જોવા મળે છે. કેન્દ્રિય મહતમની સમાન બાજુએ રહેલ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું છે?
યંગના ડબલ -સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $2\; mm$ દૂર છે અને તે $\lambda_1= 12000\;\mathring A$ અને $ \lambda_2= 10000\;\mathring A$ એમ બે તરંગલંબાઇવાળા ફોટોન્સથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટથી $ 2\; m$ અંતરે રહેલા પડદા પર સામાન્ય મઘ્યસ્થ પ્રકાશિત શલાકાથી કયા લઘુતમ અંતર ($mm$ માં) માટે એક વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા અને બીજા પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે?
વિધાન $- 1$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે.
વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે