Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
$f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?