Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
$A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
$f$ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $f/3$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેના અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બર્હિગોળ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાંથી બનાવેલો છે. જ્યારે તેને પાણીમાં ${(_a}{\mu _w} = 4/3)$ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
માછલી ઘરમાં પાણીની સપાટીથી $30\,cm$ ઊંડાઈએ રહેલી માછલી પાણીની સપાટી થી $50\,cm$ ઊંચાઈએ રહેલા બલ્બને જોઈ શકે છે. આ માછલી બલ્બનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે. પાણીની કુલ ઊંડાઈ $60\,cm$ છે. માછલી ને દેખાતા બન્ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર.