Question
સમુદ્રમોજાંનું ભૂમિસ્વરૂપ સમજાવો.

Answer

સમુદ્રમોજાંનાં ઘસારણ અને નિક્ષેપણ કિનારાના વિવિધ ભૂમિસ્વરૂપો બનાવે છે. સમુદ્રનાં મોજાં ખડકો સાથે સતત ટકરાતાં તેમાં તિરાડો પડે છે. સમય જતાં એ તિરાડો મોટી અને પહોળી બને છે, જેને 'સમુદ્રીગુફા' કહે છે. આ ગુફાઓ મોટી બનતાં તેમની માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન (મહેરાબ) બને છે.
સમુદ્રમોજાંના સતત ઘસારણથી છત તૂટી જતાં માત્ર દીવાલો જ રહે છે. દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને 'સ્ટેક' નામે ઓળખવામાં આવે છે. સમુદ્રજળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને 'સમુદ્રકમાન' કહે છે. સમુદ્રનાં મોજાં કિનારા પર નિક્ષેપણ કરી સમુદ્ર-પુલિનનું નિર્માણ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free