Question
અલાઉદ્દીન ખલજીનાં સુધારાઓ વર્ણવો.

Answer

અલ્લાઉદ્દીન ખલજીએ કરેલા મુખ્ય સુધારાઓ નીચે મુજબ છે:
  • તેણે રાજ્યકારભારમાં ઉલેમાઓ અને ઉમરાવોની સત્તા પર કાપ મૂક્યો.
  • તેણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પર કડક નિયંત્રણ રાખ્યું.
  • તેણે નફાખોરી અને દગાખોરી કરનાર વેપારીઓને કડક શિક્ષા કરી.
  • તેણે પરદેશમાં અનાજની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો.
  • તેણે રાજ્યવિરોધી તત્ત્વોને શોધી કાઢવા માટે જાસૂસી ખાતું શરૂ કર્યું.
  • દિલ્લીમાં સ્થાયી સેનાની સ્થાપના કરી.
  • સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ' અને 'ચહેરા' પદ્ધતિની શરૂઆત કરી.
આમ, ભાવનિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન અને વહીવટી સુધારા તેના શાસનકાળની મુખ્ય વિશેષતાઓ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free