Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે, જો $t_{1}$ સમયે $\frac{1}{3}$ નું વિભંજન અને $t_{2}$ સમયે $\frac{2}{3}$ નું વિભંજન થતું હોય તો, $\left(t_{2}-t_{1}\right)$ સમય શું હશે ? (મિનિટ માં)
કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
જીવીત કાર્બન ધરાવતા દ્રવ્યના સામાન્ય એક્ટિવીટી $15$ ક્ષય/મિનિટ કાર્બન $ -14$ ના દર એક ગ્રામે મળે છે. એક્ટિવીટી $ 9$ ક્ષય/મિનિટ કાર્બન $14-$ ના દર એક ગ્રામે મળે છે. તો $ C^{14}$ ના અર્ધ આયુષ્ય પરથી ઈન્ડસ વેલી સભ્યતાનું આયુષ્ય શોધો.
રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
એક રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિક $'X'$ નો અર્ધઆયુ $20$ વર્ષ છે, જે બીજા તત્વ $'Y'$ માં ક્ષય પામે છે, જે સ્થિર છે. આપેલ ખડકમાં બંને તત્વો $X$ અને $Y $ નું પ્રમાણ $1 : 7$ ના ગુણોત્તરમાં મળે છે, તો ખડકનું અંદાજિત આયુષ્ય ......... વર્ષ હશે.