Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${y_1} = a\,\cos \,\left( {kx - \omega t} \right)$ તરંગ સમીકરણ ધરાવતું તરંગ બીજા તરંગ સાથે સંપાતિકરણ કરીને સ્થિર તરંગ ઉત્પન્ન કરે છે જેના માટે નોડ $x - 0$ આગળ મળે છે. તો બીજા તરંગ નું સમીકરણ શું હશે?
એક ઝડપી મોટરસાયકલ ચાલક તેની આગળ ટ્રાફિક જામ જુએ છે. તે $36 \;km/hr $ સુધી ધીમો પડે છે. તેને લાગે છે કે ટ્રાફિક હળવી પડે છે અને તેની આગળ $18\; km/hr $ ની ઝડપથી જતી એક કાર $1392\; Hz$ ની આવૃત્તિનો હોર્ન વગાડી રહી છે. જો હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ હોય, તો તેના દ્વારા સાંભળતી હોર્નની આવૃત્તિ કેટલી હશે?
$10$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો છેલ્લા અને પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
$A$ અને $B$ બે સ્વરકાંટાને એક સાથે અવાજકરાવતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ આવે છે. જ્યારે એક બાજુથી બંધ હવા સ્તંભ દ્વારા બે સ્વરકાંટાને $24\,cm$ અને $25\,cm$ ના હવા સ્તંભ સાથે અનુનાદ કરાવવામાં આવે છે. તો સ્વરકાંટાની આવૃતિ ગણો.
એકબીજાને અડીને આવેલા બે ધ્વનિ સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત થતાં પ્રગામી તરંગો $ y_1=4sin \left( {600\pi t} \right)$ અને $y_2=5sin \left( {608\pi t} \right)$ વડે આપવામાં આવે છે. આ બંને ધ્વનિ સ્ત્રોતોની નજીકનો અવલોકનકાર શું સાંભળશે?