Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવાહધારીત એક બંધ લૂપ $PQRS$ ને એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. જો $PS, SR$ અને $RQ$ બાજુ પર ચુંબકીય બળ $F _{1}, F _{2}$ અને $F _{3}$ હોય અને કાગળના સમતલમાં અને દર્શાવેલ દિશામાં હોય, તો $QP$ બાજુ પર લાગતું બળ કેટલું હશે?
બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?
$ 2\pi\, {\rm{ }}cm $ ત્રિજયા ધરાવતી બે સમકેન્દ્રિય રીંગને એકબીજાને લંબ રહે તેમ મૂકેલ છે. તેમાંથી $3A$ અને $4A$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
એક વિદ્યુતભાર $Q$ એ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ માં $\overrightarrow{d l}$ જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. $\overrightarrow{ B }$ દ્વારા થતું કાર્ય શોધો :
$16\times10^{-16}\, C$ વિજભાર ધરાવતો કણ $10\, ms^{-1}$ ના વેગથી $x-$ દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec B$ એ $y-$ દિશામાં અને $10^4\, Vm^{-1}$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર $z-$દિશામાં પ્રવર્તે છે. જો કણ $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર $\vec B$ નું મૂલ્ય કેટલું હશે?
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.