Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0\,\, cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2:5$ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ........ $^oC$ શોધો.
કાળો પદાર્થ $5760\; K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા $250\,nm$ તરંગલંબાઇ પર $U _{1}$, $500\,nm$ તરંગલંબાઇ પર $U _{2}$ અને $1000\,nm$ તરંગલંબાઇ પર $U _{3}$ છે. વીન અચળાંક $b= 2.88 \times 10^6 \;nm-K $ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
બે સમાન ધાતુના ગોળાની ત્રિજ્યાઓ $r$ અને $2r $ છે. તેને સમાન તાપમાને ગરમ કરવામાં આવે અને સમાન પરિસરમાં મૂકવામાં આવે છે. તેમના તાપમાનના ઘટાડાનો દર ગુણોત્તર .....થશે.