Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ક્રિકેટર $120 \mathrm{~g}$ ના અને $25 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપ ધરાવતા બોલને પકડે છે. જો કેચ પક્ડવાની પ્રક્યિયા $0.1 \mathrm{~s}$ માં પૂરી થતી હોય ખેલાડીના હાથ પર બોલ દ્વારા લાગતું બળનું મૂલ્ય_______($SI$ એકમમાં) હશે.
$40\, m/s$ ની ઝડપથી આવતા $150\, g$ ના ટેનિસના દડાને બેટ વડે પાછો સીધી દિશામાં ફટકારતા તે $60\, m/s$ ની ઝડપે જાય છે. તે $5\, ms$ સુધી સંપર્ક માં હોય ત્યારે સરેરાશ બળ $F$ નું મૂલ્ય ........... $N$ હશે.
$20 \,kg$ નો વાંદરો ઊભી દોરડું પકડે છે. જો દોરડા પર $25\,kg$ નું દળ લટકાવવામાં આવે, તો દોરડું તૂટતું નથી, પરંતુ જો તેના પર $25\,kg$ થી વધુ દળ લટકાવવામાં આવે તો તે તૂટી જશે. તે મહત્તમ કેટલા પ્રવેગથી ($m/{s^2}$ માં) વાંદરો દોરડા પર ચઢી શકે? $(g = 10\,m/{s^2})$
$9\, m/s$ ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે $30°$ નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર $x: y$ છે, જ્યાં $x$ ............ છે.
નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે
$m _1$ અને $m _2$ દળની બે રમકડાની ગાડી દ્વારા સ્પ્રગનો દબાવવામાં આવે છે. જ્યારે બંને કારને છોડવામાં આવે ત્યારે તે બંને કાર પર સમાન સમયમાં સમાન અને વિદુદ્ધ સરેરાશ બળ લગાડે છે. જો $v _1$ અને $v _2$ એ રમકડાની ગાડીના વેગ હોય અને ગાડી તથા જમીન વચ્ચે કોઈ ઘર્ષણ ના હોય, તો $..........$
એક ફુગ્ગો $2 \,g$ હવા ધરાવે છે. તેમાં એક નાનું છિદ્ર પડ્યું છે. હવા $4 \,m / s$ નાં વેગ સાથે બહાર આવે છે. જો ફુગ્ગો $2.5 \,s$ માં સંપૂર્ણપણે સંકોચાઈ જાય છે. તો ફુગ્ગા પર લાગતું સરેરાશ બળ ........... $N$ છે.
એક $6000 \,kg$ નું રોકેટ ફાયરિંગ માટે સુયોજિત કરેલ છે. જો વાયુની નિકાસની ઝડપ $1000 \,m / s$ છે, તો રોકેટના વજનને ઘટાડવા માટે જરુરી પ્રવાહ પૂરો પાડવા માટે દરેક સેકેંડમાં ............. $kg$ વાયુ મુક્ત કરવો જોઈએે?