Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.
ઘન ગોળાની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I$ છે. જો તેને પીગાળીને $r$ ત્રિજ્યા અને $ t $ જાડાઈની તકતી બનાવવામાં આવે છે. જો તેને સ્પર્શક અક્ષ (જે તકતીના સમતલને લંબ) પર જડત્વની ચાકમાત્રા $ I$ જેટલી જ છે. ત્યારે $ r$ ની કિંમત ....... થાય.
$m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.
એક મીટર સ્ટીકનો તેનાં એક છેડો તળીયા પર રહે તેમ શિરોલંબ રીતે મૂકવામાં આવે છે અને તેને છોડવામાં આવે છે, જ્યારે તેનો બીજો છેડો તળીયા સાથે અથડાય ત્યારે તેની ઝડપ ............... $m / s$ (ધારો કે તળીયા પર રહેલો છેડો લપસી જતો નથી.) $\left(g=9.8 \,m / s ^2\right)$
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
સમાન દ્રવ્યમાન $M$ અને સમાન ત્રિજયા $R$ ધરાવતી ત્રણ વસ્તુઓ $A: $ ( એક ઘન ગોળો ), $B:$ ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને $C: $ ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ $\omega \;$સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો $(W) $ કયો સંબંધ સંતોષે છે?