Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અજાણી આવૃતિનો સ્વરકાંટાને $254 \,Hz$ ની આવૃતિના સ્વરકાંટા સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. અજાણી આવૃતિના સ્વરકાંટાને મિણથી ભરતા તે પ્રતિ સેકન્ડ સમાન સ્પંદ આપે છે. મિણ ભરતા પહેલાની અજાણી આવૃતિ કેટલી હશે.
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.
એક ઝડપી મોટરસાયકલ ચાલક તેની આગળ ટ્રાફિક જામ જુએ છે. તે $36 \;km/hr $ સુધી ધીમો પડે છે. તેને લાગે છે કે ટ્રાફિક હળવી પડે છે અને તેની આગળ $18\; km/hr $ ની ઝડપથી જતી એક કાર $1392\; Hz$ ની આવૃત્તિનો હોર્ન વગાડી રહી છે. જો હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ હોય, તો તેના દ્વારા સાંભળતી હોર્નની આવૃત્તિ કેટલી હશે?
$32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.
ઊંડા કુવામાં લોખંડનો બ્લોક છોડવામાં આવે છે. પાણીનો અવાજ $4.23 \,s$ પછી સંભળાય છે. જો કુવાની ઉંડાઈ $78.4 \,m$ હોય તો હવામાં અવાજની ઝડપ .............. $m / s$ હોય. $\left(g=9.8 \,m / s ^2\right)$
કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે