Question
ટૂંક નોંધ લખો $:$ સૂફી આંદોલન

Answer

સૂફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલાં ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્ત્વનું આંદોલન હતું. સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિંદુ$-$મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે.
ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી $: (1)$ ચિશ્તી, $(2)$ સુહરાવર્દી, $(3)$ કાદરી અને $(4)$ નક્ષબંદી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી.
બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉમદા દૃષ્ટાંત છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા.
મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન$-$ગંજ$-$એ$-$શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે ગણનાપાત્ર સૂફી સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સૂફી સંત થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free