Question
ટૂંકનોંધ લખો $:$ ઔરંગઝેબની રાજનીતિ

Answer

મુઘલ શાસનનો સુવર્ણયુગ એટલે શાહજહાંનો સમય હતા. પરંતુ તેના અંતિમ વર્ષોમાં મુઘલ શાસનનાં પતનની શરૂઆત થઈ હતી. જે માટે ઔરગઝેબની નીતિઓ પણ ઘાતક સાબિત થઈ હતી. ઔરંગઝેબએ ગાદીએ આવ્યા પછી ઈસ્લામધર્મને રાજ્યના મુખ્ય પાયો બનાવ્યો હતો. બાદશાહ બન્યા પછી તેમણે બિનઈસ્લામો પાસેથી જજિયાવિરો લેવાનું ફરીથી કર્યું હતું. ખંડણ આપતા હિંદુ રાજાઓને હેરાન કરતા હતા. આ બધા કારણોને લીધે ઠેર$-$ઠેર બળવા શરૂ થયા હતા. દક્ષિણમાં શિવાજી અને ઉત્તરમાં વીર દુર્ગાદાસ સાથે તેમના $25$ વર્ષ યુધ્ધમાં જ ગયા. ભેદભાવની નીતિને લીધે તેમણે પ્રજાના દિલમાં સ્થાન મેળવી શક્યા નહોતા. ઔરંગઝેબની સંકુચિત નીતિ પણ મુઘલ શાસનના અંત માટે જવાબદાર હતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free