Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્વરકાંટો અને એક હવાસ્તંભ, જેનું તાપમાન $51^{\circ} C$ છે.તે પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો હવાસ્તંભનું તાપમાન ઘટાડવામાં આવે તો પ્રતિ સેકન્ડ સ્પંદની સંખ્યા ઘટે છે. જ્યારે તાપમાન $16^{\circ} C$ થાય છે. ત્યારે પ્રતિ સેકન્ડ સ્પંદની સંખ્યા $1$ થાય છે. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હશે.
$34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .
લંબગત તરંગનું સમીકરણ $ y = {y_0}\sin \frac{{2\pi }}{\lambda }(vt - x) $ વડે દર્શાવવામાં આવે છે. $\lambda $ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં બે ગણો થાય?
હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.