Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
$108 km/hr$ ની ઝડપથી ગતિ કરતી બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે, એક ટ્રેન $750 Hz$ નો હોર્ન વગાડતાં, ટ્રેન ક્રોસ થયા પછી બીજી ટ્રેનમાં રહેલ માણસને કેટલી ... $Hz$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?