Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
જયારે $R$ અવરોધને $AC$ ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે, તે $P$ પાવર ખેંચે છે. જો અવરોધ સાથે ઇન્ડકટન્સને શ્રેણીમાં જોડતાં પરિપથનો ઇમ્પિેડન્સ $Z$ થતો હોય, તો હવે કેટલો પાવર ખેંચાશે?
$0.5 \,mH$, ના ઈન્ડકટર, $200 \,\mu F$ નાં સંધારક અને $2 \,\Omega$ ના અવરોધને $220 \,V$ $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ $emf$ સાથે કળામાં હોય તી $ac$ ઉદગમની આવૃતિ ................ $\times 10^{2} \,Hz$ હશે.
$62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?