Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$.લંબાઇના સમાન દ્રવ્યમાન રહિત સળિયાના બંને છેડાઓ પર $m$ દળ અને $+q$ તથા $-q$ વીજભાર ઘરાવતા બે બિંદુવત દ્રવ્યમાનો જોડેલ છે. આ રચનાને $E$ તીવ્રતા ઘરાવતા સમાન વિધુતક્ષેત્ર સાથે સૂક્ષ્મ ખૂણેા બનાવે તો સળિયાને વિધુતક્ષેત્ર સાથે સમાંતર થવા માટે કેટલો સમય લાગે?
જો $g _{ E }$ અને $g _{ M }$ એ અનુક્રમે પૃથ્વી અને ચંદ્રની સપાટી પર ગુરુત્વપ્રવેગનાં મૂલ્યો હોય અને બંને સપાટ્ટી પર મિલિકાનનો પ્રયોગ કરવામાં આવે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? ચંદ્ર પર વિદ્યુતભાર/પૃથ્વી પર વિદ્યુતભાર
પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ $150\, N/C$ છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું ($kC$ માં) વહન થતું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ $A, B$ અને $C$ જેમના વિજભાર $-4 q, 2 q$ અને $-2 q$ છે વિજભારિત કણ $A, C$ અને વર્તુળનું કેન્દ્ર $O$ સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર $O$ પર $x-$દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
ત્રણ વિદ્યુતભારો $ - {q_1},\,\, + {q_2}$ અને $ - {q_3}$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકવામાં આવ્યા છે. $- q_1$ વિદ્યુતભાર પર લાગતા બળનો $X$ ઘટક કોના સપ્રમાણમાં હોય?
$'a'$ બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) $A, B$ અને $C$ ઉપર ત્રણ વિદ્યુતભારો $q/2, q$ અને $q/2$ મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ $D$ ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ અનંત લંબાઈ ધરાવતી વિદ્યુતભારીત પાતળી શીટ (તકિત)ને ગોઠવવામાં આવે છે. $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય $\frac{x \sigma}{\epsilon_o}$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . .હશે. (દરેક રાશિ $SI$ એકમ પદ્ધતિમાં માપવામાં આવેલ છે.)
$q$ વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનો વચ્ચેનું અંતર $d $ છે. જો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ $F $ હોય, તો દરેક આયન પર ખૂટતાં ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે? ($e$ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે)