Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, $\mu_{\mathrm{r}}$ અને $\epsilon_{\mathrm{r}}$ અનુક્રમે $1.0$ અને $1.44$ છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )
એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદTગમસ્થાનનો આઉટપુટ પાવર $1500\, W$ છે, તો આ ઉદગમથી $3m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \,M^{-1}$ હશે.
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ $\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}$ છે. જો કણ પર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}$ જેટલું વિદ્યુતક્ષેત્ર અને $\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}$ જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે?