Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો5 Marks
Question
વાતાવરણની સ્તરરચના સમજાવો.
✓
Answer
વાતાવરણનું તાપમાન પૃથ્વીસપાટીથી બધી ઊંચાઈએ એકસરખું હોતું નથી. તાપમાન અને વાયુઓની સંરચનામાં થતાં ફેરફારના આધારે વાતાવરણના મુખ્ય ચાર પેટા આવરણો પડે છે $: (1)$ ક્ષોભ આવરણ $(2)$ સમતાપ આવરણ $(3)$ મધ્યાવરણ અને $(4)$ ઉષ્માવરણ. $(1)$ ક્ષોભ આવરણ$:$ પૃથ્વીસપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર $16$ કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર $12$ કિલોમીટર અને ધ્રુવો પર આશરે $8$ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ક્ષોભ આવરણમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય છે. આ આવરણમાં વાતાવરણનાં તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે છે. આ આવરણમાં પ્રતિ $1$ કિલોમીટરની ઊંચાઈએ અનુભવાય આશરે $6.5 ^\circ $ સે.ના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને ‘ ક્ષોભ સીમા ' કહે છે.
$(2)$ સમતાપ આવરણ$:$ વાતાવરણનો આ સ્તર ક્ષોભ$-$સીમાથી આશરે $50$ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે. તેથી તેને ‘ સમતાપ આવરણ ’ કહેવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનનાં તોફાનો, વાદળાં, વરસાદ, સતુઓ કે હિમ ઉદ્ભવતાં નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે. તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે. [આ આવરણમાં આશરે $50$ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને ‘ સમતાપ$-$સીમા ’ કહે છે.સમતાપ આવરણના $15$ થી $35$ કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને “ ઓઝોન આવરણ' કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સુર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે. તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઊઠે છે અને નાશ પામે છે.
$(3)$ મધ્યાવરણ$:$ સમતાપ આવરણની ઉપર આશરે $50$ થી $80$ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના ભાગને ‘ મધ્યાવરણ” કહે છે.
$(4)$ ઉષ્માવરણ$:$ મધ્યાવરણની ઉપર આશરે $80$ કિલોમીટરથી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલા હવાના આવરણને ‘ ઉષ્માવરણ ' કહે છે. વાતાવરણના આ સ્તરમાં હવા અત્યંત પાતળી અને અતિશય ગરમ હોય છે. આ આવરણમાં જેમ$-$જેમ ઊંચાઈએ જઈએ તેમ$-$તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણના બે પેટા વિભાગો છે$:$ આયાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયોનાં તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો$-$પ્રસારણ, ઇન્ટરનેટ વગેરેનો લાભ આ આવરણને આભારી છે. આયનાવરણની ઉપરના આવરણને ‘ બાહ્યાવરણ” કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.