Question
વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ?

Answer

વાવાઝોડા પહેલાં નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
  • વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈપૂર્વક જાણી લેવી.
  • રેડિયો પોતાની પાસે રાખવો અને ચોક્કસ માહિતી માટે રેડિયો પરથી થતું પ્રસારણ સાંભળતા રહેવું.
  • જો તમે દરિયાની નજીક રહેતા હો, તો દરિયાની નજીકનો નીચાણવાળો વિસ્તાર છોડીને દૂર ઊંચાણવાળી જગ્યાએ આશ્રય લેવો.
  • ખોરાકી ચીજો, સૂકો નાસ્તો, ટૉર્ચ, પીવાનું સ્વચ્છ પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર રાખવાં.
  • ઘરમાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free