Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ $X$ (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે $\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),$ અનુક્રમે કેટલો થાય?
$30$ લિટર કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15\, atm$ અને તાપમાન $27° C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજદબાણ $11\, atm$ અને તાપમાન $17°C$ ઘટી જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. $R = 8.31 \,J mol^{-1} K^{-1},\, O_2 = 32\, u.$