Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L=20\, cm$ લંબાઈ ધરાવતા તારમાંથી અર્ધવર્તુળાકાર ચાપ બનાવવામાં આવે છે.જો ચાપના સમાન બે અડધા ભાગમાં એકસમાન રીતે $+Q$ અને $-Q$ $\left[ {\left| Q \right| = {{10}^3}{\varepsilon _0}} \right]$ કુલંબ વિજભાર પથરાયેલો છે.[જ્યાં $\varepsilon _0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી ($SI$એકમમાં)] અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બાજુઓ સમાન હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ ત્રણ વિદ્યુતભાર $Q, +q$ અને $+q$ મૂકેલા છે. તંત્રની રચનાનું ચોખ્ખું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બળ શૂન્ય છે. જો $Q$ ........ ને સમાન છે.
$L$ મીટર બાજુવાળો ચોરસ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E\;(V/m) $ પેપરના સમતલમાં છે, પણ તે ચોરસના નીચેના અડધા વિસ્તારમાં સીમિત છે. (આકૃતિ જુઓ) પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતફલક્સ $SI$ એકમમાં કેટલું હશે?
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.
એક $p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલના લંબ દ્વિભાજક પર બિંદુ $Q$ છે. જો બિંદુ $Q$ નું ડાયપોલથી અંતર $r$ (ડાયપોલની સાઇઝ કરતાં ઘણું મોટું) હોય તો, $Q$ પર વિદ્યુતક્ષેત્ર કોના સપ્રમાણમા હોય?
$2 \times 10^{-7} \;C$ અને $3 \times 10^{-7} \;C$ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં $30 \,cm$ અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે?
બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે $\vec E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર $\vec E$ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?