Question
વર્ગીસ કુરિયન શૈક્ષણિક યાત્રાને ટૂંકમાં વર્ણવો

Answer

વર્ગીસ કુરિયને અભ્યાસ પછી મદ્રાસની લોયાલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં બી. એસસી.ની પદવી મેળવી. તે પછી ગ્વીન્ડી કોલેજ ઓફ એન્જિનીયરીંગ – મદ્રાસમાંથી ઈજનેરની પદવી મેળવી. વધુ અભ્યાસ અર્થે અમેરિકા જવાનું ફોર્મ ભર્યું, જેમાં તેમને ‘ડેરી એન્જિનીયરીંગ’ માં પ્રવેશ મળ્યો, આં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પહેલા તાલીમ લેવાની પૂર્વ શરત હતી. – જે તેમણે બેંગ્લોર સ્થિત ‘ઈમ્પીરીયલ ડેરી રિસર્સ ઇન્સ્ટીટ્યુટ’ નામની સંસ્થામાં આઠ માસની તાલીમ લઈને પૂરી કરી. અમેરિકામાં ડેરી એન્જિનીયરીંગના કેટલાક અભ્યાસક્રમો પુરા કર્યા. જોકે અનુસ્નાતકની પદવી તો તેમણે પોતાની ઈચ્છા મુજબ જ ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિજીક્સના વિષયોમાં ડીસ્ટ્રીકશન સાથે પાસ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free