Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)
$m$ દળનો બોમ્બ $ v$ વેગથી $ \theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ તેના સમાન દળના બે ટુકડા થાય છે.એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુ તરફ પાછો આવે,તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે?
શિરોલંબની ઉડાન માટે $600\; kg$ નું રોકેટ તૈયાર કરેલ છે. જો બહાર નીકળતા વાયુની ઝડપ $1000\; m/s$ હોય, તો તેના વજનને ઊંચકાવવા માટે જરૂરી બળ પૂરું પાડવા પ્રતિ સેકન્ડે કેટલો વાયુ ($kg\,s^{-1}$ માં) બહાર કાઢવો જોઈએ?
$10\, kg$ નો પદાર્થ $10\, m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4\, sec$ માટે બળ લાગતા તે $2\, m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે તો પદાર્થ પર ....... $N$ બળ લાગે.