Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\alpha {/^o}C$ રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી $L$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ $F$ લગાવી તેનું તાપમાન $\Delta T\, K$ કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ $Y$ કેટલો હશે?
$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
પદાર્થ પર $10^6 N/m^2$ પ્રતિબળ લગાવતા તે તૂટી જાય છે જો તારની ઘનતા $3×10^3 kg/m^3$ હોય તો જ્યારે આ તારને લટકાવવામાં આવે ત્યારે તે પોતાના વજનને લીધે તૂટે તે માટે તેની લંબાઈ ......... $m$ રાખવી જોઈએ.
$2 \,m$ લંબાઈ અને $1\, cm$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $0.8$ રેડિયન જેટલા વળ ચડાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી સ્પર્શીય વિકૃતિ કેટલી હોય $?$
$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો સળીયો ઉભી રેખામાં $M$ દળના પદાર્થ સાથે લટકેલ છે. તો તણાવ પ્રતીબળ અંતર $x$ તેના મુખ્ય ટેકાથી.... ($A \rightarrow$ સળીયાના આડછેદનું ક્ષેત્રફળ)