Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
$6000\, Å$ ની તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ અગ્ર $0.2 \,mm$ પહોળાઈ ધરાવતી સ્લીટ પર આપાત થાય છે કે જે ઉદ્દગમથી $2\, m$ અંતરે રહેલા પડદા પર ફ્રોનહોફર વિવર્તન ઉપજાવે છે તે કેન્દ્રીય મહત્તમની $mm$ માં પહોળાઈ કેટલી ?
માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.