ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ ધરાવતી તકતી $X$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. અને બીજી $4R $ ત્રિજ્યા અને $t/4$ જાડાઈ ધરાવતી તકતી $ Y$ લોખંડની પ્લેટમાંથી બનેલી છે. તો $I_x$ અને $I_y$ જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ ......... છે.
દળ $m_c$ અને તેનો બાકીનો અડધો ભાગ ચાંદીનો બનેલો છે. તેનું દળ $ m_s $ છે. જો સળિયાની લંબાઈ $ L $ હોય, તો સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વ ચાકમાત્રા........
દોરી ધરાવતી એક ગરગડીને છત પર નીપત કરેલી છે તેના બંને છેડા આગળ $m $ અને $3m$ દળના પદાર્થ જોડેલો છે. જો ગરગડી અને દોરીનું વજન અવગણ્ય છે અને તે ઘર્ષણ રહીત છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે ?
ધારો કે નિયમ ચોરસ પ્લેટના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની બે બાજુઓને સમાંતર અક્ષ $AB $ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. $CD$ એ ચોરસના સમતલમાં છે અને $AB$ સાથે ખૂણો બનાવે છે. $CD$ અક્ષ પર પ્લેટની જડત્વની ચાકમાત્રા.......... છે.
નિયમિત કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરતો એક પદાર્થ શરૂ થયા પછી $5 \,s$ માં $100 \pi$ (રેડીયન) પૂર્ણ કરે છે. તો $5 \,s$ પછી તેની કોણીય ઝડપ $rev/s$ ........ $\pi$ થશે?
નીચે દર્શાવેલ પાતળો સળિયો $M$ દળ અને $L$ લંબાઈ ધરાવે છે. નીચે દર્શાવ્યા પ્રમાણે $F$ બળ એક છેડે લાગુ કરવામાં આવે છે અને સળિયો બળના સમતલમાં અન્ય છેડા ફરતે ભમણ કરવા મુક્ત કરવામાં આવે છે. સળિયા નો પ્રારંભિક કોણીય પ્રવેગ શું થાય?
નીયે દર્શાવ્યા પ્રમાણે એક $M$ દળ અને $R$ ત્રિજ્યા વાળી એક નિયમિત તક્તી ઉપર બે સમાન અને વિરુદ્ધ દિશામાંંના બળો સ્પર્શકીય રીતે લગાડવામાં આવે છે. જો તક્તીને તેના કેન્દ્ર પર કિલકીત કરેલી હોય અને તેના સમતલમાં મુક્ત પણે ભ્રમણ કરાવવામાં આવે તો તકતીનો કોણીય પ્રવેગ શું થાય?
પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈ $ ℓ$ ને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I $ છે. આવા ચાર સળિયાના ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
પાતળા સળિયાનો એક છેડો બિંદુ $O$ પર હિન્જ કરેલો છે અને તે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે. તે ગુરૂત્વાકર્ષણની અસર હેઠળ સહેજ ખલેલના કારણે નીચે પડે છે તે શિરોલંબ સાથે $(2)$, $(3)$ અને $(4)$ અવસ્થામાં અનુક્રમે $60^°$, $90^°$, અને $180^°$ નો ખૂણો બનાવે છે. જો $\omega_2$, $\omega_3$, $\omega_4$ એ આ અવસ્થામાં કોણીય વેગ હોય તો.....
પાતળી ધાતુની તકતીમાંથી $ R$ ત્રિજ્યાનું વર્તૂળાકાર કાપી નાંખેલ છે. $R/2$ ત્રિજ્યાનું છિદ્ર આ વર્તૂળમાંથી કરવામાં આવે છે. આ રીતે વર્તૂળની રીમને સ્પર્શેં છે. તેનું મૂળ કાપ્યા વગરના ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધો.
પાતળી પોલો નળાકાર બંનેને છેડેથી ખુલ્લો છે. તે રોલિંગ કર્યા વિના સરકે છે અને પછી સરક્યા વિના તેટલી જ ઝડપથી રોલિંગ કરે છે બંને કિસ્સામાં ગતિ ઊર્જાનો ગુણોત્તર ........ થશે.
પાતળી મીટર પટ્ટીનો એક છેડો જમીન પર રહે તેમ ગોઠવેલી છે એક છેડાનો સંપર્ક સ્થાયી રહે તેમ નીચે પડવા દેવામાં આવે છે તો તેની સૌથી ઉપરના છેડો જમીનને અથડાય ત્યારે વેગ શોધો.
પૃષ્ઠને લંબ એવા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $I_1$ જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી આ અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. હવે, પૃષ્ઠને લંબ એવા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $I_2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી તકતી આ તકતી પર મૂકવામાં આવે, તો આ બંને તકતીનો સંયુક્ત કોણીય વેગ કેટલો હશે ?
ફલાય વ્હીલ સ્થિર સ્થિતિમાંથી $3.0\ rad/sec^2$ ના અચળ કોણીય પ્રવેગથી ચાકગતિ કરે છે. અવલોકનકાર નોંધે છે કે તે $ 4.0\ sec$ ના સમયગાળામાં $120\ radian$ નો ખૂણો આંતરે છે. અવલોકનકાર અવલોકનની શરૂઆત કરે છે તો ....... $(\sec)$ સમય સુધી વ્હીલ ભ્રમણ કરશે .
બે તકતી જેની જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ અને કોણીય વેગ $\omega_1$ અને $\omega_2$ તેમના સમતલને લંબ અને દ્રવ્યમાનકેન્દ્રમાથી પસાર થતી અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષી ફરે છે.જો બંનેને એક સમાન અક્ષને અનુલક્ષીને ફરે તો તંત્રની ચાકગતિઉર્જા કેટલી થાય ?
બે તક્તીઓ કે જે $1: 2$ ના ગુણોત્તરનું દળ ધરાવે છે અને $1: 8$ ગુણોત્તરની ત્રિજ્યા ધરાવે છે તે એક પછી એક $h$ ઊંચાઈના ઢોળાવવાળા સમતલ પરથી સરકયાં વગર નીચે ગબડે છે. જમીન પર પહોંચતાં તેમનાં રેખીય વેગનો ગુણોત્તર શોધો.
બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
મોટરને બંધ કરવામાં આવે ત્યારે, $M kg$ દળ અને $R$ મીટર ત્રિજ્યાની એક તકતી $\omega \,rad / s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. અક્ષીય ધર્ષણને અવગણતા, $t$ સમય માં, વ્હીલને સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકીય રીતે કેટલું બળ લગાડવું જોઈએે ?
વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $720\ rpm$ થી ચાકગતિ કરે છે. તેના $ 8\ s$ માટે અચળ ટોર્ક લગાડીને સ્થિર કરવામાં આવે છે. ટોર્કની કિંમત $ Nm$ કેટલી થશે ? $(I\,\, = \,\,\frac{{24}}{\pi }\,\,kg\,\, - \,\,{m^2}\,$ આપેલ છે)
સમાન તારમાથી બનાવેલ એક સમબાજુ ત્રિકોણ $ ABC$ ના શિરોબિંદુ $A $ પાસે બે સમાન ગોળીઓ રાખેલ છે. ત્રિકોણને $AO$ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અને પછી આ ગોળીઓને સ્થિર સ્થિતિમાંથી એક સાથે અનુક્રમે $ AB$ અને $ AC$ ની દિશામાં ગતિ કરાવવામાં આવે છે, (જુઓ આકૃતિ) તો ઘર્ષણબળને અવગણતાં, ગોળીઓની અધોદિશામાંની ગતિ દરમિયાન કઇ રાશિઓનું સંરક્ષણ થશે ?
સમાન દળ અને ત્રિજ્યા $R$ ધરાવતી બે રીંગો ને તેમના એેક બીજા થી લંબ સમતલો સાથે અને તેમનું કેન્દ્ર એક સહિયારા બિંદુુ પર રહે તેમ મૂકવામાં આવે છે. એક રીગના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા શું હશે?
$12 \mathrm{~kg}$ ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.
$2 \mathrm{~kg}$ દળ અને $30 \mathrm{~cm}$ લંબાઈ ધરાવતા એક સમાન $\mathrm{AB}$ સળિયાને એક લીસી સમક્ષિતિજ સપાટી ઉપર વિરામ સ્થિતિમાં રાખવામાં આવે છે. $B$ છેડા ઉપર $0.2$ N.S જેટલો આવેગ લગાવામાં આવે છે. સળિયાને કાટકોણે ભ્રમણ કરાવવા માટે લાગતો સમય $\frac{\pi}{x} s$ છે,જ્યાં$x=$__________છે.
$'m'$ દળના એક પદાર્થને જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે $'u'$ વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન $\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}$ વડે આપેલ છે તો $'X'$ નું મૂલ્ય ........
$50 \mathrm{~cm}$ ત્રિજયા અને $2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $150 \mathrm{~cm}$ મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{x}{20} \mathrm{kgm}^2$ હોય તો $X$ નું મૂલ્ય ..........
$60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
$I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2$ અને $I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓન લંબ હોય તને અનુલક્ષીને અનુક્રમે $10 \mathrm{rad} / \mathrm{s}$ અને $4 \mathrm{rad} / \mathrm{s}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન ગતિ ઊર્જામાં થતો ધટાડો__________$\mathrm{J}$છે.
$\mathrm{R}$ ત્રિજ્યા અને $\mathrm{M}$ દળ ધરાવતી તક્તિ સમક્ષિતિજ દિશામાં સરક્યા સિવાય $v$ જેટલી ઝડપથી ગબડે છે. આકૃતિમાં દર્શાવયા અનુસાર તે એક લીસો ઢળતી સપાટી ઉપર ચઢે છે. ઢોળાવ ઉપર તક્તિ દ્વારા ચઢાતી મહત્તમ ઉંચાઈ_____________હશે.
$m$ દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $'u'$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ $h$ એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય_________છે.
$W$ જેટલું વજન ધરાવતો એક ભારે લોખંડનો સળિયો, તેનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો માણસના ખભા ઉપર રાખે છે. સળિયો સમક્ષિતિજ સાથે $\theta$ કોણ રચે છે. માણસ દ્વારા અનુભવાનું વજન ............. થશે.
અક તંત્રમાં $m_1=3 \mathrm{~kg}$ અને $m_2=2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. $m_1$ દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ $2 \mathrm{~cm}$ જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે $m_2$ દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ. . . . . $cm$ અંતરથી ખસેડવો પડશે.
અનુક્રમે $2$,$4$ અને $6 \mathrm{~kg}$ દળ ધરાવતા ત્રણ બોલને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા સમાબાજુ ત્રિકોણની બાજુના મધ્યબિંદુ ઉપર મૂકવામાં આવેલ છે. ત્રિકોણના સમતલને લંબ અને તેના મધ્યકેન્દ્ર (centroid) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા. . . . . .$\mathrm{kg} \mathrm{m}^2$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ $\mathrm{AB}$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર $\sqrt{8 / x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
એક $5 \mathrm{~kg}$ દળ, $2 \mathrm{~m}$ ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ $10 \mathrm{rad} / \mathrm{sec}$ ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા_____________$j$ છે .
એક $M$ દળની અને $R$ ત્રિન્યા વાળી વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ, $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો સમાન પરિમાણ પરંતુ $\mathrm{M} / 2$ દળની બીજી તક્તિને પ્રથમ તક્તિ પબ સમાક્ષી રીતે હળવેકથી મૂકવામાં આવે તો તંત્રનો નવો કોણીય વેગ. . . . . . .છે.
એક દોરીને $0.40 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા અને $10 \mathrm{~cm}$ ની ત્રિજ્યા ધરાવતા પૈડાની ધરીને ફરતે વીંટાયેલી છે. પૈડું તેની અક્ષને ફરતે મુક્ત રીતે ફ઼રી શકે છે. પ્રારંભમાં પૈડું વિરામસ્થિતિમાં છે. દોરીને હવે $40 \mathrm{~N}$ ના બળથી ખેંચવામાં આવે છે. $10 \mathrm{~s}$ પછી પૈડાનો કોણ઼ીય વેગ $x \ \mathrm{rad} / \mathrm{s}$ છે ક્યાં $x$ ................ થશે.
એક ધન ગોળો અને એક પોલો નળાકાર સમાન ટોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ $v$ થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક લેવલ (સ્થાન) થી અનુક્મે ઉપર $h_1$ અને $h_2$ જેટલી મહતમ ઉંચાઇઓએ પહોંચે છે. $h_1: h_2$ ગુણોત્તર $\frac{n}{10}$ છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . . . . થશે.
એક પોલો ગોળો તેની સંમિત અક્ષને સમાંતર (અનુલક્ષીને) એક સમતલ સપાટી ઉપર ગબડે છે તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિઉર્જાનો ગુણોતર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .હશે.
એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર $\frac{7}{x}$ છે, જ્યાં $x$________થશે.
એક વર્તુળાકાર તક્તિ $l$ લંબાઈના ઢળતા સમતલ (ઢોળાવ)ની ટોચ ઉપરથી તળિયા સુધી પહોંચે છે. જ્યારે તે સમતલના તળિયે સરકે છે ત્યારે તેન $t$ સેકન્ડનો સમય લાગે છે. જ્યારે તે સમતલના તળિયે ગબડીને પહોંચે છે ત્યારે તે $\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} t$ જેટલો સમય લે છે, જ્યાં $\alpha$ .......... હશે.
દળ બદલ્યા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અત્યારે તેની ત્રિજ્યા છે તેના કરતા ઘટાડીને ત્રણ-ચર્તુથાંશ જેટલી કરવામાં આવે તો પૃથ્વી પરના દિવસનો ગાળો. . . . . કલાક $30$ મિનિટ થશે.
પ્રત્યેકનું દળ $1 \mathrm{~kg}$ હોય તેવા ચાર કણોને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______$\mathrm{kg} \mathrm{m}^2$છે.
પ્રત્યેકનું દળ $2 \mathrm{M}$ હોય તેવા એક સરખા ગોળાઓને $4 \mathrm{~m}$ લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણનાશિરોબિંદુુઓ પર મૂકેલાછે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય$\frac{4 \sqrt{2}}{x}$ છે, જયા $x$ મૂલ્ય___________છે.
સમક્ષિતિ સપાટી પર ગબડતી $50 \mathrm{~kg}$ દળની એક તકતીના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $0.4 m/s$ છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય ........... $J$
$1\,kg$ દળ ધરાવતો એક નિયમિત ગોળો સમતલ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તેને $7 \times 10^{-3}\,J$ જેટલી ગતિઉર્જા છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $...........\,cm s ^{-1}$ હશે.
$30^{\circ}$ ખૂણો અને $60\,cm$ લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ $(ms ^{-1}$ માં) કેટલી થાય? (આપેલ $g =10\,ms ^{-2}$)
$500\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને $10\,rad\,s ^{-1}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા $x \times 10^{-2}$ ગણી છે. $x$ નું મૂલ્ય ...... થશે.
$5\,kg$નું એક બાળક ચકડોળમાં ફરે છે જે $3.14\,s$ માં $1$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા $2\,m$ છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ $.......\,N$ હશે
$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા $\frac{ MR ^2}{4}$ છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા $\frac{ x }{2} MR ^2$ મળે છે. $x$ નું મૂલ્ય $.........$ થશે.
$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _1$ છે. આ નળાકારમાંથી $R^{\prime}=\frac{R}{2}$ ત્રિજ્યા અને $L^{\prime}=\frac{L}{2}$ લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા $I _2$ હોય, તો $\frac{I_1}{I_2}=...........$ (બંને $I _1$ અને $I _2$ નળાકારની અક્ષને અનુલક્ષીને છે)
એક $8\,kg$ દળ ધરાવતા પદાર્થને $2\,kg$ દળ અને $1\,m$ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા $CD$ ના એક છેડાથી લટકાવેલ છે, સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉર્ધ્વ (શિાોલંબ) દિવાલ સાથે ટકાવેલ છ. તે સળિયાને $A B$ તાર (કેબલ) વડે અવી રીતે ટેકવેલો છે કે જથી તંત્ર સંતુલનમાં રહે. કેબલમાં તણાવ $............\,N$ હશે.(ગુરુત્વીયપ્રવેગ $g=10\,m / s ^2$ )
એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર $\pi: 22$ મળે છે. તો કોણીય ઝડપ $.........\,rad / s$ હશે.
એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $(CM)$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _{ CM }$ છે. $I _{ AB }$ એ સમતલને લંબ અને $CM$ અક્ષને સમાંતર, કેન્દ્રથી $\frac{2}{3} R$ અંતરે પસાર થતી અક્ષ $AB$ ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં $R$ એ તક્તિની ત્રિજ્યા છે. $I _{ AB }$ અને $I _{ CM }$ નો ગુણોત્તર $x : 9$ મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ $\omega$ સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો $E$ તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા $\frac{E}{x}$ હશે. જ્યાં $x$ નું મૂલ્ય ........ છે.
એક હળવી દોરીને $5\,kg$ દળ અને $70\,cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને $52.5\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... $rad\,s ^{-2}$ હશે.
ધન ગોળા $A$ અક્ષ $PQ$ ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા $5\,cm$ હોય, તો તેની અક્ષ $PQ$ ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $\sqrt{x}\; cm$ થશે. અહી $x$ નું મૂલ્ય $........$ હશે.
બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન $2\,kg$ અને ત્રિજ્યા $10\,cm$ છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર $40\,cm$ છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........\times 10^{-3}\,kg - m ^2$ છે.
યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.
સમાન ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતી એક રિંગ અને ઘન ગોળો તેના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષીને ભ્રમણ કરે છે. પરિભ્રમણની અક્ષ રિંગના સમતલને લંબરૂપ છે. રિંગની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $\sqrt{\frac{2}{x}}$ છે. $x$ ની કિંમત ...... છે
સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે $1\,cm$ અને $0.5\,cm$ હોય. દ્રવ્યની ઘનતાઓ $3:5$ ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ $\frac{x}{6}$ નાં ગુણોતરમાં મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર ($k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય ............. છે.
એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
$0.5\,kg$ દળ અને $r$ ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને $t =0\,s$ સમયે $18\,m / s$ જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=0\,s$ સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. $t=2\,s$ બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની $2\,s$ બાદ કુલ ગતિ ઉર્જા $..........J$ થાય.(ધર્ષણાંકનું મૂલ્ય $0.3$ અને $g=10\,m / s ^2$ આપેલ છે.)
સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો $3\,m/s$ પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $........cm$ હશે.$(g=10\,m / s ^2)$ લો.
$10 \,kg$ અને $30 \,kg$ દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે $(0,0) \,cm$ અને $(x, 0) \,cm$ યામો આગળ મૂકવામાં આવેલા છે. $10 \,kg$ દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ $6 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે $30 \,kg$ ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે.
$1\,kg$ દળની વસ્તુનો સ્થાન સદિશ $\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m$ અને તેનો વેગ $\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}$ છે. કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x} \,Nm$ મળે છે તો $x$ નું મૂલ્ય ............ હશે.
$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને $2 \,rads^{-1}$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન $m$ દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( $rads^{-1}$ માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.
એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક $10\, g$ દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના $10.0 \,cm$ સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ $40.0\; cm$ સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ $x \times 10^{-2} \;kg$ માલૂમ પડે છે, તો $x$ નું મૂલ્ય. ..........હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*