Explore our large set of questions to practice for your standard seamlessly
1
બે દ્રવ્ય $X$ અને $Y$ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે. દ્રવ્ય $X$ માં તણાવ પ્રબળતા(ultimate strength) અને ફ્રેકચર પોઈન્ટ નજીક છે પરંતુ $Y$ માટે આ બંને પોઈન્ટ દૂર છે. તો $X$ અને $Y$ અનુક્રમે કેવા દ્રવ્ય હશે?
બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?
સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા $\rho $ છે. જ્યારે વધારાનું દબાણ $P$ આપવામાં આવે ત્યારે તેની ધનતા $\rho '$ થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક $B$ છે, તો $\frac{{\rho '}}{\rho }$ નો ગુણોત્તર કેટલો થાય?
$1.1\;m$ લંબાઈ અને $1$ $mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $1$ $kg$ નું દળ લગાવેલું છે. જો કોપરનો યંગ મોડ્યુલસ $1.1 \times {10^{11}}\,N/{m^2}$, હોય તો લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય. ( $g = 10\,m/{s^2})$
$1 \,m$ લંબાઈ અને $1\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે અને બીજા છેડે $1 \,kg$ વજન લટકાવેલ છે તો તેની લંબાઈમાં થતો ફેરફાર ..... $mm$ હશે. ($Y = 2 \times {10^{11}}N/{m^2})$
$20^{\circ} C$ તાપમાને રહેલ વાયુના દબાણામાં થતો ફેરફાર $P_1=1.01 \times 10^5 \,Pa$ થી $P_2=1.165 \times 10^5 \,Pa$ છે. અને કદમાં $10 \%$ ફેરફાર થાય છે. તો બલ્ક મોડ્યુલસ ............. $\times 10^5 \,Pa$
$25\, cm$ લંબાઇ અને $2\,mm$ ત્રિજયા ધરાવતા તાર નો એક છેડા જડિત છે, અને બીજા છેડે ટોર્ક લગાવતાં કોણીય સ્થાનાંતર ${45^o}$ કરવા ......... $J$ કાર્ય કરવું પડે . $(\eta = 8 \times {10^{10}}\,N/{m^2})$
$2 \,mm$ વ્યાસ ધરાવતા સ્ટીલના તારનો બ્રેકિંગ ક્ષમતા $4 \times$ $10^5 \,N$ છે. તો સમાન પરીમાણ ધરાવતા $1.5 \,mm$ ના સ્ટીલના તારનો બ્રેકિંગ બળ............ $\times 10^5 \,N$
$2\, m$ લંબાઈ અને $10\;c{m^3}$ આડછેડનું ક્ષેત્રફળ ફ્ધારવતા કોપરના તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે. બીજા સમાન કદ ધરાવતા કોપરનો તાર જેની લંબાઈ $8 \,m$ છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ......... $cm$ હશે .
$3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$ થાય .
$3 \times {10^{ - 6}}\,{m^2}$ આડછેદ અને $4m$ લંબાઇ ધરાવતા તાર પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $1\, mm$ છે,તો સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? $(Y = 2 \times {10^{11}}\,N/{m^2})$
$40^{\circ}\,C$ તાપમાને રહેલા $L$ લંબાઈના સ્ટીલના વાયરને છત સાથે લટકાવેલ છે અને બીજા છેડા પર $m$ દળ લટકાવેલ છે. તેની મૂળ લંબાઈ $L$ પાછી મેળવવા માટે તને $40^{\circ}$ થી $30^{\circ}$ સુધી ઠંડો કરવામાં આવે છે. વાયરની ત્રિજ્યા $1\,mm$, રેખીય ઉષ્મા પ્રસણાંક $10^{-5} /{ }^{\circ}\,C$ અને સ્ટીલનો યંગ મોડ્યુલસ $10^{11}\,N /$ $m ^2$ છે. ધારી લો કે $L \gg $ વ્યાસ છે. $m$ નું મૂલ્ય $kg$ માં ?
$8 \,m$ લાંબી રબરની નળી જેની ઘનતા $1.5 \times {10^3}\,N/{m^2}$ અને યંગ મોડ્યુલસ $5 \times {10^6}\,N/{m^2}$ ને છત પર લટકાવેલ છે. તો પોતાના વજનને લીધે તેની લંબાઈમાં થતો વધારો કેટલો હોય ?
$A$ અને $B$ તાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્ય ધરાવે છે અને ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. એક છેડાને દઢ ટેકા સાથે જોડેલ છે. અને બીજા છેડા સાથે વાળીને જોડાણ કરેલ છે. તો $A$ ના અંતિમ છેડા સાથે વળેલ ખૂણો અને $B$ ના જે ખુણે વાળેલ સળીયાનો ખુણાનો ગુણોત્તર.
$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?
$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?
$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો સળીયો ઉભી રેખામાં $M$ દળના પદાર્થ સાથે લટકેલ છે. તો તણાવ પ્રતીબળ અંતર $x$ તેના મુખ્ય ટેકાથી.... ($A \rightarrow$ સળીયાના આડછેદનું ક્ષેત્રફળ)
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?
$r$ ત્રિજયાના તાર પર $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય છે જો આ વજન $4W$ અને ત્રિજ્યા $2r$ કરી દેવામાં આવે તો લંબાઈમાં ..... $mm$ વધારો થશે.
એક $15 \,kg$ દઢ પદાર્થને $2 \,m$ લાંબા ત્રણ તાર સાથે શ્રેણીમાં જોડેલ છે. વચ્ચેનો તાર સ્ટીલનો છે. તાંબાની સ્થિતીસ્થાપકતાનો યંગ મોડ્યુલસ $110 \times 10^9 \,N / m ^2$ અને $190 \times 10^9 \,N / m ^2$ છે. જો દરેક તાર સમાન તણાવમાં હોય તો તેના વ્યાસનો ગુણોત્તર.
એક $4\, kg$ દળની સ્પ્રિંગને છત પર લટકાવેલી છે જે હુકના નિયમનું પાલન કરે છે જેની લંબાઈમાં $2\, cm$ નો વધારો થાય છે. હવે તેને $5\, cm$ ખેચવા માટે કરવું પડતું કાર્ય ....... $joule$ $(g = 9.8\,metres/se{c^2})$
એક તાર જેના આડછેડનું ક્ષેત્રફળ $4 \;mm^2$ છે તેના પર વજન લટકાવતા તેની લંબાઈમાં $0.1 \,mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાંથી બનાવેલા તાર જેની લંબાઈ પહેલા તાર જેટલી પરંતુ આડછેડનું ક્ષેત્રફળ $8 \;mm^2$ હોય તેના પર સમાન બળ લગાવતા તેની લંબાઈ ......... $mm$ વધે.
એક તાર જેની લંબાઈ $100 \,cm$ અને ત્રિજ્યા $4\, mm$ છે તેને છત સાથે જોડેલો છે જો તેના બીજા ચેડાં પર $30°$ ના ખૂણે ટોર્ક લગાવવામાં આવે તો સ્પર્શીય ખૂણો ........ $^o$ થાય .
એક તારને દઢ આઘાર પરથી લટકાવીને તેના મૂકત છેડે $W$ વજન લટકાવતા તેની લંબાઇ $1.0\, mm$ જેટલી વઘે છે. આવા જ તારને ગરગડી પરથી પસાર કરીને તેના બંને છેડે $W$ વજન લટકાવવાથી તેની લંબાઇમાં ....... $mm$ વઘારો થાય.
એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય ?
એક લટકવેલા તાર પર ${10^3}$ newton બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય. તેવા બીજા સમાન તાર જેની લંબાઈ સમાન પરંતુ વ્યાસ $4$ ગણો હોય તે તારની લંબાઈમાં $1\, mm$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું પડે ?
એક લાંબા તાર પર થોડુક વજન લગાવતા તેની લંબાઈમાં $1\, cm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બીજા તાર જેનું દ્રવ્ય અને લંબાઈ સરખી પરંતુ વ્યાસ પહેલા તાર કરતાં અડધો છે, પર લગાવવામાં આવે તો લંબાઈમાં ........ $cm$ વધારો થાય .
એક સમઘનને $0 ˚ C$ તાપમાને બઘી બાજુ પર દબાણ $P$ લગાવવામાં આવે છે.સમઘનનું તાપમાન કેટલું વઘારવું જોઇએ કે જેથી સમઘન મૂળ કદ પ્રાપ્ત કરે. સમઘનનો બલ્ક મોડયુલસ અને કદ પ્રસરણાંક છે.
એક સમાન કોપરના સળીયાની લંબાઈ $50 \,cm$ અને વ્યાસ $3.0 \,mm$ છે અવરોધ રહીત સમક્ષિતિજ સપાટી પર તેને સરકાવવામાં આવે છે $20^{\circ} C$ તાપમાને રેખીય પ્રસરણ અચળાંક $2.0 \times 10^{-5} \,K ^{-1}$ અને યંગ મોડ્યુલ્સ $1.2 \times 10^{11} N / m ^2$ છે જો સળીયાને $100^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે તો તે ............ $\times 10^3 \,N$ તાણ ઉત્પન્ન કરશે ?
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $10\, N $ બળ લગાવતા તેની લંબાઈમાં $ 0.5\, mm$ નો વધારો થાય છે. તારની ઊર્જા અને તેને $1.5\, mm$ ખેચવા માટે કરવા પડતાં કાર્યનો ગુણોત્તર કેટલો થાય $?$
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20\, N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો અને જ્યારે વજન નીચેની દિશામાં $1\, mm$ જાય ત્યારે તેની ગુરુત્વસ્થિતિઊર્જામાં થતાં ઘટાડાનો ગુણોત્તર કેટલો થાય $?$
જો પાણીની દબનીયતા $4 \times {10^{ - 5}}$ પ્રતિ એકમ વાતાવર્ણિય દબાણ. તેના કદમાં થતો ઘટાડો $100\; $$cc$ છે જો પાણી $100$ વાતાવર્ણિય દબાણે હોય તો દબાણમાં થતો ફેરફાર ......... $cc$ હોય શકે.
જ્યારે રબરના દડાને દરીયાની છેડે $1400 \,m$ લઈ જવામા આવે છે ત્યારે તેમાં $2 \%$ જેટલુ કદ ઘટે છે. તો રબરના બોલનો બલ્ક મોડ્યુલસ .................. $\times 10^8 N / m ^2$ [પાણીની ઘનતા $1 \,g / cc$ અને $\left.g=10 \,m / s ^2\right]$
તારની લંબાઈ $20\, cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $2\,c{m^2}$ છે તારનો યંગ મોડ્યુલસ $1.4 \times {10^{11}}\,N/{m^2}$ છે. તાર પર $5\, kg$ વજનનું દબાણ આપવામાં આવે તો તેની ઊર્જામાં થતો વધારો જૂલ માં કેટલો હોય $?$
તારની લંબાઈ $50\, cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે તારનો યંગ મોડ્યુલસ $2 \times {10^{10}}\,N/{m^2}$ છે.તારની લંબાઈમાં $1 \,cm$ નો વધારો કરવા માટે જરૂરી કાર્ય કેટલું હોવું જોઈએ $?$
તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?
દ્રવ્યના પોઈસનનો ગુણોત્તર $0.5$ છે. સળીયો લંબાઈને અનુલક્ષીને $3 \times 10^{-3}$ જેટલો વિકૃતિ અનુભવે છે તો તેના કદમાં થતો વધારો ............... $\%$ હશે.
દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર $0.5$ છે જો આ તારમાં બળ આપવામા આવે તો તેના આડછેદમાં $4 \%$ જેટલો ઘટાડો થાય. છે. તો તેના લંબાઈમાં થતો વધારો .............. $\%$
ધાતુના તારનો પાઈસન ગુણોત્તર $1 / 4$ અને યંગ મોડ્યુલસ $8 \times 10^{10}\,N / m ^2$ છે. તેને ખેંચવામાં આવે તે દરમિયાન તે માં પાશ્વિક વિક્તિ $0.02\%$ હોય છે. તો સ્થિતિસ્થાપક સ્થિતીઉર્જા એેકમ કદ દીઠ કેટલી થાય? [$J/m^{3}$ માં]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*